માંગરોળમાં ગુમ થયેલ મહિલાની લાશ મળી આવતાં ચકચાર

માંગરોળમાં છેલ્લા ચાર દિવસથી ગુમ મુસ્લિમ મહીલાની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. માંગરોળ શહેરના શાપુર રોડ ઉપર રહેતા મહમદ ઈસ્માઈલ ખારીવાલાએ ગત તા.૧૭ના રોજ પોતાના પત્ની નુરજહાંબેન તા.૧૬ના સાંજે ૪ વાગ્યે કોઈને કાંઈ કહ્યા વિના ઘરેથી ચાલ્યા ગયા હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોની શોધખોળ છતાં તેમનો પત્તો લાગ્યો ન હતો. દરમ્યાન સવારે વેરાવળ રોડ ઉપર પરબ વિસ્તારમાં આવેલી વાડીના કુવામાં લાશ હોવાની વાડીના માલિકે પોલીસને જાણ કરી હતી. જયાં ડીવાયએસપી પુરોહીત સહિતનો પોલીસ કાફલો, મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિકો અને આગેવાનોએ જહેમત બાદ લાશ બહાર કાઢતા તે ગુમ થયેલા નુરબાનુ ઉર્ફે નુરજહાંબેન હોવાનું ખુલ્યું હતું. લાશ અત્યંત કોહવાયેલી હાલતમાં હોય, પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલવામાં આવી છે. બનાવ હત્યાનો છે કે આપઘાતનો તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!