આજથી પવિત્ર શ્રાવણમાસનો ભક્તિમય પ્રારંભ થયો છે શિવાલયોમાં ભગવાન શિવજીનો નાદ ગુંજી ઉઠ્યો છે અને વાતાવરણને પ્રસન્નતામાં ભરી દ્યે છે. ભગવાન શિવજી એટલે દેવાધિદેવ મહાદેવ કે જેઓની લીલા અપરંપાર છે. ભોળીયાનાથ એવા ભગવાન શિવજી પાસે જે માંગો તે મનોકામનાં પૂર્ણ કરે છે. ભગવાન શિવજીનાં મંદિરોમાં ભોળાનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. કોરોના વાયરસનાં સંક્રમણકાળમાં શ્રાવણમાસનાં પવિત્ર તહેવારની પણ ઉજવણી સામાજીક અંતર અને ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ શિવાલયોમાં ભક્તજનોએ સામાજીક ડિસ્ટન્સ જાળવી અને ભગવાન શિવજીનાં દર્શન કરેલ છે. જ્યારે ભવનાથ વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવ મંદિરે પણ સરકારની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ સામાજીક અંતર જાળવી અને દર્શનનો લાભ ભક્તજનો લઈ રહ્યાં છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews