જૂનાગઢમાં ૧ દર્દીનું કોરોનાથી અને ૩ દર્દીઓના કોરોના સાથે અન્ય બિમારીથી મૃત્યું

જૂનાગઢમાં ગઈકાલે એક જ દિવસમાં ૪ કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ થયા હતા જયારે કોરોનાના નવા ૧૮ કેસ સામે આવ્યા છે. સોમવારે ર૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૩૭ થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે થયેલા ૪ મૃત્યુ પૈકી ૧ દર્દીનું મૃત્યુ કોરોનાથી જયારે ૩ દર્દીઓના મૃત્યુ કોરોના સાથે અન્ય બિમારીને કારણે થયું હતું. ગઈકાલે નોંધાયેલા કોરોનાના ૧૮ કેસમાંથી પાંચ કેસ જૂનાગથઢ સીટીના, જૂનાગઢ તાલુકાના-ર, વિસાવદર તાલુકાનો એક અને વંથલી તાલુકાના ૮ કેસોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે શંકાસ્પદ ર૯૭ દર્દીઓના સેમ્પલ લીધા છે જેનો રિપોર્ટ પેન્ડીંગ છે. કોરોનાને લઈ કન્ટેન્ટમેન્ટ ઝોન પણ જાહેર કરાયા છે જેની સંખ્યા ર૧૯ છે જેમાં ૮૪૭ ઘરોમાં ૩૦૧પ લોકોનો સમાવેશ થાય છે. ૧૩૭ દર્દીઓ પૈકી ૬૬ સિવીલ હોસ્પીટલ જૂનાગઢમાં, પાંચ સનાતન ધર્મશાળા, ભવનાથમાં, પ૧ હોમ આઈસોલેશનમા, એક રાજકોટ સિવીલ હોસ્પીટલ, બે વેરાવળ સિવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!