જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં જુનિયર તબીબોની હડતાલનાં પ્રશ્ને આજે કલેકટરશ્રી સાથે બેઠક

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં ૧૪ર જેટલા જુનિયર ડોકટરોએ વિવિધ પ્રશ્નોને લઈને ગઈકાલે હડતાલ ઉપર ઉતરી જતાં દોડધામ મચી જવા પામી હતી. જુનિયર તબીબોની અનેક ફરીયાદો સામે કોઈ પગલાં લેવાતા નથી તેવી રજુઆત થઈ હતી. દરમ્યાન આજે જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપીને બેઠક પણ યોજવામાં આવી રહી છે અને જુનીયર તબીબોની હડતાલ અંગે તેમનાં પ્રશ્નો જાણી અને ઘટતું કરવામાં આવે તેમ જાણવા મળે છે. ગુજરાતમાં કેટલાક ડોકટર્સે તો કોરોનાથી સંક્રમિત થઈને જીવ ગુમાવ્યાના દાખલા પણ બન્યા છે. બીજા અનેક ડોકટર્સ પોતાની ડ્યુટીને કારણે કોરોનાથી સંક્રમિત થયા છે. આવા સમયે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના જુનિયર ડોકટર્સની હાલત સૌથી કફોડી છે અને સિવીલનાં જુનીયર ડોકટરોએ જણાવ્યું હતું કે અમે રાતને દિવસ કોવિડ-૧૯માં ફરજ બજાવીએ છીએ તેમ છતાં અમારી સમસ્યાઓ સમજવામાં આવતી નથી જેને કારણે અમારી હાલત કફોડી બની ગઈ છે. વિવિધ માંગણીઓને લઈને અનેક વખત રજુઆત કરી છે તેમ છતાં પણ ઉકેલ આવતો નથી અને જુનીયર ડોકટર્સ પોતાની લેખીત ફરીયાદ કરીને એની નકલો મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી, કલેકટર, જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન સહિતનાં અન્ય અધિકારીઓને મોકલી સોમવારે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં પણ તેમની માંગણી ન સંતોષાતા ફરજ ઉપર જવાનો ઈન્કાર કરી દિધો હતો અને મેડીકલ કોલેજના ડીનની ચેમબ્રની સામે હડતાળ ઉપર બેસી ગયા હતા. જાે કે ૧૧ર જેટલા એન્ટરશીપ કરતા તબીબો અને ૩૦ જેટલા જુનિયર તબીબો ફરજ ઉપર ન જતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!