સાસણનાં જામવાળી સીમમાંથી ૧૦ જુગારીઓ રૂા. ૧.રપ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચના અને જૂનાગઢ ડીવીઝનનાં નાયબ પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજાની સુચના મુજબ મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ, વી.ડી. ગીયડ, કૌશિકભાઈ પુરોહીત, કિરણભાઈ કરમટા વગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સાસણ ગામની જામવાળી સીમમાં જુગાર અંગે રેડ પાડતાં હાજી કાસમાઈ, બબ્બાભાઈ જામ, અકબર ચૌહાણ, અસરફ બ્લોચ, સાજીદ ચિરાજ, ઈસ્માઈલ સોઢા, આઝાદ સેતા, મહેબુબ દલ, હારૂનભાઈ સુમરા, હાજી પીરૂભાઈ બ્લોચને રોકડ રૂા. ૪૬૬૧૦, મોબાઈલ-૮, મોટર સાયકલ-ર મળી કુલ રૂા. ૧,રપ,૬૧૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪, પ મુજબ ગુનો નોંધાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!