કેશોદમાં શોપીંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા મહા મહેનતે આગ કાબુમાં લેવાઈ

0

કેશોદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ શોપીંગ સેન્ટરમાં ફુટવેર સાડી પ્લાસ્ટીક સહીતની દુકાનોમાં આગ ભભૂકી હતી. કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પોલીસ સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગ્યાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગ્યાનાં સમાચાર સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં. અનલોક-૨ હેઠળ આઠ વાગ્યે બજારો બંધ થતી હોય સદનસીબે કોઇ જાનહાની થયેલી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!