રાજયનાં વિવિધ શહેરોમાં એસટી બસમાં મુસાફરી પાસ કાઢવા માટે મંજુરી અપાઈ

0

કોરોના મહામારીનાં સંક્રમણકાળમાં રાજ્ય માર્ગ પરિવહન વિભાગ હસ્તકનાં એસટી વિભાગમાં પણ પરિવહન સેવા નિયમોનુસાર તબક્કાવાર શરૂ થઈ રહી છે. અને આ દરમ્યાન રાજયનાં પરિવહન વિભાગ દ્વારા અવારનવાર જાહેર કરાયેલા આદેશ મુજબ સૌપ્રથમ ટુકા રૂટની ત્યારબાદ લાંબા રૂટની અને દરેક શહેરોને સાંકળતી બસ સેવા શરૂ થઈ છે. આ સાથે જ ગઈકાલે મુખ્ય પરિવહન અધિકારી ગુજરાત રાજય માર્ગ વાહન વિભાગ દ્વારા પરિપત્ર જારી કરી અને અમદાવાદ, નડીયાદ, વડોદરા, ગોધરા, ભરૂચ, સુરત, વલસાડ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભુજ વગેરે ડેપોનાં નિયામકશ્રીને પત્ર પાઠવી અને નિગમની બસોમાં દૈનિક મુસાફરી કરતા મુસાફરોને દૈનિક મુસાફર પાસ ઈસ્યુ કરવા મંજુરી આપી છે ત્યારે રોજે-રોજ મુસાફરી કરતાં મુસાફરોને તેનો લાભ લેવા જણાવેલ છે. જેથી ટીકીટ લેવામાંથી છુટકારો મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!