ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં મોટાભાગની શાળાઓ દ્વારા ખાનગી ફી ની વસુલાત કરવામાં આવી છે. હવે ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસુલવા ચુકાદો આપ્યો છે ત્યારે સરકારને ફી નહીં વસુલવા અંગેનો પરિપત્ર કરવાની ફરજ પડી છે. ફી નહીં વસુલવા અંગેના પરિપત્રમાં સરકારે વિલંબ કરતાં હજારો વાલીઓને આર્થિક તકલીફ વેડવી પડે છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના મુખ્ય પ્રવકતા અને શિક્ષણવિદ ડો. મનીષ દોષીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોને છાવરતી ગુજરાત રાજયની ભાજપ સરકાર હાઈકોર્ટના ચૂકાદા બાદ જાગી છે અને હવે ફી નહીં વસુલવા માટે પરિપત્ર કરવાની ફરજ પડી છે. મોટાભાગની ખાનગી શાળાઓએ ફી વસુલી લીધી ત્યારે સરકારે પરિપત્ર કરવો પડયો છે. અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજયમાં લોકડાઉનના કારણે ધંધા, રોજગાર બંધ હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોય વિદ્યાર્થીઓની ફી માફી બાબતે કોંગ્રેસે રાજયપાલ અને મુખ્યમંત્રીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા રજુઆત કરી હતી. અંતે હાઈકોર્ટે વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં લેવાનો ચૂકાદો આપ્યા બાદ સરકારને પરિપત્ર કરવાની ફરજ પડી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews