ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનને પગલે છેલ્લા ત્રણેક માસ કરતાં વધુ સમયથી રાજયભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે અનેક ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલ કરવામાં આવી હતી. જેને લઈને ફી નહીં વસુલવા સહિતના હાઈકોર્ટ દ્વારા સરકારને અનેક નિર્દેશો કરાયા છે તેમજ ગુજરાત હાઈકોર્ટ જયાં સુધી શાળા ન ખુલે ત્યાં સુધી શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસુલવા ઠરાવ કરેલ છે. હાઈકોર્ટના નિર્ણયને પગલે શાળા સંચાલકોનો દાવ ઊંધો વળ્યો હોય તેમ આજથી શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજયમાં ૬૦૦૦ જેટલી સ્વનિર્ભર શાળાઓ પથરાયેલી છે જેમાં કોરોનાની મહામારી દરમ્યાન ઓનલાઈન શિક્ષણ અપાતું હતું અને તેના બદલે ફી તેમજ સાહિત્યના નામે વારંવાર ઉઘરાણી કરાતી હતી. પરંતુ હાઈકોર્ટના ફી નહીં લેવાના ચુકાદા બાદ જાે ઓનલાઈન શિક્ષણ માટે ફી ન લેવાની હોય તો ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરવાનું નકકી કરાયેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews