માંગરોળ : ગુજરાત કલાવૃંદનાં હોદેદારોની વરણી

કલાકારોના પ્રશ્નો, કલાકારોનું થતું શોષણ અને આ કોરોના મહામારીના સમયમાં કલાકારોને મદદરૂપ રહેવા માટે સમગ્ર ગુજરાત કક્ષાએ ગુજરાત કલાવૃંદ નામનું એક સંગઠન કાર્યરત થયું છે. જેનાં નેજા હેઠળ કલાકારોના પ્રશ્નો તથા તેમને મળતા લાભો માટે સરકારમાં રજૂઆત થશે. જેમાં તાલુકા માટે કન્વીનર તરીકે માંગરોળના વર્ષોથી સંગીત સાથે સક્રિય રીતે જોડાયેલા મિહિરભાઈ વ્યાસની નિમણુંક થઇ છે. જેમાં સાથે સાથે ગિરીશ વાળાની સહ કન્વીનર તરીકે અને અભય ગરેજાની યુવા કન્વીનર તરીકે નિમણુંક થઈ છે તેમજ નિલાબેન ઠાકર તથા રૂપલબેન વસાવડા ચુડાસમાની મહિલા કન્વીનર તરીકે નિમણુંક થઇ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!