Monday, January 18

ભારતીય જનતા પાર્ટીનાં નગર સેવક અને ઉત્તરાદી સિંધી સમાજનાં અગ્રણી રાજુભાઈ નંદવાણીનું કોરોનાથી મૃત્યું

જૂનાગઢ શહેરનું કોરોનાનું ચિત્ર દિવસે-દિવસે બિહામણું બનતું જાય છે અને જેને કારણે આમ જનતા ચિંતિત છે તો સાથે જ વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે. જૂનાગઢ શહેરમાં રાજયનાં અગ્ર સચિવ મનિષ ભારદ્વાજની તાજેતરમાં જ નિમણુંક કરવામાં આવી છે અને ખાસ કોરોનાનાં વધતાં-જતાં આક્રમણની સામે લેવાનારા પગલાનું સતત મોનીટરીંગ અને સુપરવિઝન કરવામાં આવી રહેલ છે. આરોગ્ય વિભાગ તકેદારીનાં વિવિધ પગલાં લઈ રહેલ છે પરંતુ સાથે-સાથે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનાં વળગણ સામે પોઝિટીવ દર્દીઓનાં ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે. આજે જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીનાં વોર્ડ નં.૬નાં નગરસેવક તેમજ સિંધી સમાજનાં આગેવાન અને વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાન એશો.નાં પ્રમુખ શ્રી રાજુભાઈ નંદવાણીનું રાજકોટ ખાતે કોરોના તથા અન્ય બિમારીને કારણે અવસાન થયું છે. તેઓ ગત તા.૧૬ જુલાઈનાં રોજ રાજકોટ સારવાર માટે દાખલ થયા હતા અને આજે તેમનું દુઃખદ અવસાન થતાં તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે ત્યારે આ બાબતે વધુ સાવચેતી અને તકેદારી રાખ્યા વિનાં ચાલશે નહીં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ પાલન એ જ બચવાનો રસ્તો છે. દરમ્યાન ગુજરાત રાજયમાં એક પણ કેસ નોંધાયો ન હતો તેવા જૂનાગઢ શહેર અને જીલ્લામાં પાંચમાં માસથી કોરોનાનાં કેસોની એન્ટ્રી શરૂ થતાં રોજબરોજ કોરોનાનાં કેસો બહાર આવી રહ્યાં છે અને સંખ્યાબંધ કેસો આવતાં સોરઠનું વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર દોડતું થયું છે તો બીજી તરફ લોકોમાં પણ ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે. ગઈકાલનાં સાંજના ૪ વાગ્યાનાં સતાવાર રીતે પ્રાપ્ત થયેલાં આંકડામાં જાેઈએ તો ૩૧ જેટલા નવા કેસો નોંધાયા છે. જેમાં કોવિડ બિમારીનાં કારણે ૧ અને અન્ય ગંભીર બિમારીનાં કારણે ૩ મળી કુલ ૪નાં મૃત્યું થયાં છે. જૂનાગઢ જીલ્લામાં કોરોનાનો ફરી ફુંફાડો જાેવા મળી રહ્યો છે. છેલ્લાં ૩ દિવસ કોરોનાના કેસમાં થોડો ઘટાડો થતા લોકોએ અને સાથે આરોગ્ય અને વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જાે કે ૩ દિવસ બાદ કોરોના મહામારીએ ફરી ઉપાડો લીધો છે. બુધવારે એકીસાથે ૪નાં મોત થયા છે અને ૩૧ કોરોના પોઝિટીવ કેસ આવતા ફરી તંત્ર ઉંધે માથે પટકાયું છે. દરમ્યાન ગઈકાલે બુધવારે નોંધાયેલા ૪ મોતમાં વંથલી તાલુકાનાં ૧ દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. જ્યારે અન્ય ૩ મોતમાં કોરોના સાથે અન્ય ગંભીર બિમારી પણ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. અન્ય ૩ મોતમાં ૧ જૂનાગઢ સિટીનાં દર્દીનો અને વંથલી તાલુકાનાં ર દર્દીનો સમાવેશ થાય છે. આમ કોરોનાના વધતા કેસ સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો હોય તમામ માટે ચિંતા ઉપજાવનારૂં ચિત્ર ઉપસી રહ્યું છે. જૂનાગઢમાં શીવનગર જોષીપુરા ૭૫ વર્ષીય પુરૂષ, જોશી નિવાસ ગિરનાર રોડ ૬૫ વર્ષીય પુરૂષ, સિવિલ હોસ્પિટલ કવાર્ટર ૩૧ વર્ષીય પુરૂષ, સૈયદ વાળા કાદરી મંજીલ ૪૯ વર્ષીય પુરૂષ, આદર્શ નગર ૫૦ વર્ષીય પુરૂષ, ભાટીયા ધર્મશાળા ૪૫ વર્ષીય પુરૂષ, વિશ્વાસ સીટી જોષીપુરા ૫૫ વર્ષીય પુરૂષ, કલેક્ટર કચેરી ગીતાનગર ૫૩ વર્ષીય પુરૂષ, અગ્રાવત ચોક ૨૩ વર્ષીય પુરૂષ, ગોધાવાવપાટી કન્યા શાળા ૪ પાસે ૪૧ વર્ષીય પુરૂષ, બહુમાળી ભવન પાછળ ૩૩ વર્ષીય પુરૂષ, આર.ટી.ઓ કચેરી પાસે ૪૧ વર્ષીય પુરૂષ, બ્લોચવાડા ઝાલોરાપા ૬૫ વર્ષીય મહિલા, રાયજીબાગ ૪૫ વર્ષીય પુરૂષ, ગિરિરાજ સોસાયટી બ્લોક નં.૧૮ ૭૯ વર્ષીય પુરૂષ, ઇન્દિરા નગર ૪૩ વર્ષીય પુરૂષ, ગિરનાર દરવાજા ૫૫ વર્ષીય પુરૂષ, ગિરનાર દરવાજા ૬૦ વર્ષીય પુરૂષ, મંગલધામ મધુરમ ૬૩ વર્ષીય પુરૂષ, પિંડાખાઇ વિસાવદર ૮૦ વર્ષીય પુરૂષ, ગાંધીનગર સોસાયટી કેશોદ ૫૯ વર્ષીય પુરૂષ, શાપુર વંથલી ૭૫ વર્ષીય પુરૂષ, પોલીસ ચોકી પાછળ વિસાવદર ૪૨ વર્ષીય પુરૂષ, પાદરીયા જૂનાગઢ ૬૨ વર્ષીય પુરૂષ, મોટી મોણપરી ૮૧ વર્ષીય પુરૂષ, આલ્ફા કોલોની કેશોદ ૫૮ વર્ષીય પુરૂષ, શાંતિધામ સોસાયટી કેશોદ ૩૮ વર્ષીય મહિલા, સરદારગઢ માણાવદર ૨૭ વર્ષીય મહિલા, કદમપરા બગડુ ૨૫ વર્ષીય પુરૂષ, બોરડીચોરા વંથલી ૩૮ વર્ષીય પુરૂષ અને શીલ માંગરોળ ૨૫ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં જૂનાગઢ શહેરના ૧૯ અને ગ્રામ્યનાં ૧૨ કેસ મળી કુલ ૩૧ કેસ કોરોના પોઝિટિવ આવતા સોરઠનું તંત્ર દોડતું થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!