વેરાવળમાંથી ઘરફોડી ચોરીનો આરોપી ઝડપાયો

વેરાવળના અંબાજી મંદિર પાસે તબીબના મકાનમાં ચોરી થયેલ જે ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી રૂા.૩૯,૩૬૦ના મુદામાલ સાથે દેવીપુજક શખ્સને ઝડપી લીધેલ છે. ડી-સ્ટાફના પીએસઆઇ એચ.બી.મુસાર, દેવદાનભાઇ, નટુભા બસીયા સહિતનાએ બાતમીના આધારે વેરાવળમાં સીવીલ હોસ્પીપટલ પાસે રહેતા રૂત્વીક ઉર્ફે રીતીક ગડુભાઇ મકવાણાને રૂપાના સીકકા નંગ પ, રૂા.ર૦,૧૧૦ના દરની નેપાળની ચલણી નોટો, મેડ ઇન જાપાન કેમેરો, ઘડીયાળ નંગ ૪, એન્ટીક શો પીસ મળી કુલ રૂા.૩૯,૩૬૦ના મુદામાલ સાથે ઝડપી પુછપરછ કરતા ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!