વિસાવદરનાં લીલીયા ખાતે રૂા.૧.૮૯ લાખનાં દાગીનાની ચોરી થતાં ફરીયાદ નોંધાઈ

0

વિસાવદરનાં લીલીયા ખાતે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કરી રૂા.૧.૮૯ લાખનાં દાગીનાની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર વિસાવદર તાલુકાનાં લીલીયા ખાતે રહેતાં ઘુસાભાઈ ભીખાભાઈ મુંગરાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં રહેણાંક મકાનનાં રૂમમાં રાખેલ કબાટમાં રાખેલ સોનાનો હાથમાં પહેરવાનો પોચો તથા સોનાનો ચેઈન મળી કુલ રૂા.૧.૮૯ લાખનાં મુદ્દામાલની કોઈપણ રીતે ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!