જૂનાગઢ, કેશોદ, બાંટવાનાં થાપલા અને ચોરવાડ ખાતે જુગાર દરોડા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એસ.એસ.માલમ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે દોલતપરા ભારત મીલનાં ઢોરા નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પ શખ્સોને કુલ રૂા.૧૦,૦૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે કેશોદનાં સુતારવાવ ચોક નજીક જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૭ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧ર,૪૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. તેમજ બાંટવા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર કે.કે.મારૂ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે થાપલા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૬૯૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ દરોડા દરમ્યાન નાશી જનાર ર શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ અન્ય એક દરોડામાં ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એસ.કરમટા અને સ્ટાફે ચોરવાડનાં ઝરારી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૪ શખ્સોને કુલ રૂા.૧૦ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!