સેલ્ફ કવોરેન્ટાઈન થવા માટે કઈ-કઈ આવશ્યકતા રહે છે ?

0

• દર્દીને ચોકકસપણે સારા હવાઉજાસવાળા અલગ રૂમ અને અલગ શોૈચાલયવાળી જગ્યા ઉપર રાખવા જાેઈએ
• કોઈપણ મુલાકાતીને ન આવા દો
• સંભાળ માટે સારૂસ્વાસ્થ્ય ધરાવતી વ્યકિતને રાખો
• પરિવારજનોએ અલગ રૂમમાં જ રહેવું જાેઈએ અથવા એ સંભવ ન હોય તો ઓછામાં ઓછું બે મીટરનું અંતર જરૂર રાખો
• દર્દીને વધુ હરવાફરવા ન દો
• સંભાળ લેનાર વ્યકિતએ ચહેરા ઉપર ફિટ થાય એવું માસ્ક પહેરવું જાેઈએ, જયારે તે દર્દી સાથે ઓરડામાં હોય. દર્દીએ પણ ચોકકસપણે માસ્ક પહેરવું જાેઈએ. જાે માસ્ક ભીનું હોય કે ગંદું હોય તો તેને ચોકકસ બદલી નાખો. ઉપયોગમાં લીધા પછી માસ્કનો નિકાલ કરી દો અને માસ્કનો નિકાલ કર્યા પછી હાથ સારી રીતે ધુઓ
હાથ કયારે ધોવા જાેઈએ ?
દર્દીઓની સાથે સંપર્કમાં આવ્યા પછી દરેક વખતે અથવા તેમનાં રૂમમાં પ્રવેશ કર્યા પછી દર વખતે હાથ ધુઓ. ભોજન લેતા અગાઉ અને પછી, ટોઈલેટનો ઉપયોગ કર્યા પછી અને જયારે પણ હાથ ગંદા લાગે ત્યારે દર વખતે સાબુ અને પાણીથી ર૦ સેકેન્ડ સુધી સાફ કરો. આલ્કોહોલ બેઝડ હેન્ડ રબનો ઉપયોગ કરી શકો છો.
ખાંસી વખતે શિષ્ટાચારનું સખ્તાઈથી પાલન કરો
તમામ પરિવારજનોએ શ્વસન સંબંધિત સ્વચ્છતાનું પાલન કરવું અનિવાર્ય છે. મેડિકલ માસ્ક, ફેસ માસ્ક કે ટિસ્યૂના ઉપયોગથી ખાંસી અને છીંક આવે ત્યારે મોં અને નાકને ઢાંકો. તેનાં પછી હાથ સાફ કરો. મોં અને હાથ ઢાંકવા માટેા ઉપયોગમાં લેવાયેલી ચીજાેનો યોગ્ય રીતે નિકાલ કરો(જેમ કે દરરોજ સાબુથી હાથરૂમાલ ધુઓ). શારીરિક તરલ પદાર્થોનાં અને ખાસ કરીને મોં અથવા શ્વસન માર્ગનાં સ્ત્રાવ અને મળ જેવા પદાર્થોનાં સીધાા સંપર્કને ટાળો. મોં અને શ્વસન સંબંધિતા સંભાળ વખતે અને જયારે મળ-મૂત્ર અને કચરાનો નિકાલ કરો ત્યારે ડિસ્પોઝેબલ ગ્લવ્ઝનો ઉપયોગ કરો. ગ્લવ્ઝ કાઢયાા પછી હાથ ધુઓ.
દર્દી અને ઘરનાં સભ્યોની સાથે શું શેર કરી શકાય ?
ભોજન, પીણા, ટોવેલ્સ, કપડા અને પથારીની ચાદર સહિત સંક્રમણ ફેલાય એવું કંઈ પણ શેર ન કરો. ભોજનનાં વાસણ અને ડિશનો ફરી ઉપયોગ તેને સાબુધથી ધોયા વિના અને ડિસઈન્ફેકટજ કર્યા વિના કયારેય ન કરો.
રૂમને કઈ રીતે ડિસઈન્ફેકટ કરશો ?
કોઈપણ ટેબલ, બેડ ટેબલ્સ અને બેડરૂમ ફર્નિચર ઃ તેમને ડાય્લ્યૂટેડ ડિસઈન્ફેકટન્ટથી દરરોજ સાફ કરો(એક ટકા સોડિયમ હાયપો-કોરાઈટ). દર્દીની ચાદર, ઓઢવાનું, ઓશિકાનાં કવર્સ અને કપડાને ૬૦-૯૦ ડિગ્રી સે. તાપમાન ધરાવતા પાણીથી ધુઓ અને પછી તેને બરાબર સૂકવો.
આઈસોલેશન કયારે ખતમ કરી શકાય ?
જાે લક્ષણ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં(જેટલા વધુ, એટલા વધુ સુરક્ષિત)નાં દેખાય અને બે આરટી-પીસીઆર(રિયલ-ટાઈમ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમેરાસ ચેઈન રિએકશન) ટેસ્ટનાં પરિણામો ર૪ કલાકનં ગાળામાં નેગેટિવ આવે.
સંપર્કોની સાથે શું કરવું ?
દર્દીનાં સંપર્કમાં આવ્યાનાં છેલ્લા દિવસથી ૧૪ દિવસ સુધી તમામ સંપર્કોને પોતાનાં આરોગ્ય ઉપર નજર રાખવી જાેઈએ અને જાે તેમને કોઈ લક્ષણ જાેવા મળે તો તુરંત તબીબી મદદ મેળવો, ખાસ કરીને શ્વસન સંબંધિત લક્ષણ જેમ કે તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ કે ઝાડા હોય. વાહનનો કોઈ ભાગ શ્વસન સંબંધી સ્ત્રાવ કે શારીરિક તરલ પદાર્થોથી પ્રદૂષિત થયો હોય તો સમય ઉપર તેને ડિસઈન્ફેકટ કરો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!