હિન્દુ માનસ પટ ઉપર ધર્મ અને ધર્મોત્સવનો શ્રેષ્ઠ શ્રાવણ માસ તે પૂજન-અર્ચન માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનું મહત્વ શિવભક્તિમાં સૌથી વધારે અનોન્ય હોય છે. શ્રાવણ માસ આવતા જ ભક્તોમાં ભક્તિ ભાવનાં સંચાર થાય છે. આ ધર્મમય ચાર્જીંગ પ્રાપ્ત કરવાના દિવસે કહેવાય જ્યારે મંદિરોમાં આ દિવસો દરમ્યાન કુદરતી અનોન્ય તેજ પ્રાપ્ત થઈ જાય છે. શંકર એટલે મહાદેવ જેને દેવોના દેવ કહેવાય છે. ભોળાનાથના પૂજન માટે આખો માસ છે જે આ માસમાં પૂજન કરવાથી આપણને એક અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે. આ તો ઈશ્વરની ભક્તિ માટે કોઈપણ દિવસ કે સમય ન હોય, પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવી કે એક અવિસ્મરણય લાભ છે. જે લ્હાવો અવશ્ય મેળવો. શાસ્ત્રો મુજબ શ્રાવણ માસ દરમ્યાન ભગવાન શિવ-શિવ મંદિરમાં જ્યોતિર્િંલગમાં સાક્ષાત બિરાજમાન હોય છે. કાયમી હોય જ છે.
જેથી તેની ઉપાસના પૂજન-અર્ચન, જપ, તપથી અનેક ગુણ પુણ્યનું ભાથું આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય દેવી દેવતાઓનું રહેઠાણ સ્વર્ગમાં છે. જ્યારે ભોળીયાનાથનું કૈલાસ પર્વત, હિમાલય, ગીરનાર અથવા સ્મશાનમાં રહેઠાણ હોય છે તેનું રહેઠાણ સ્વર્ગ કે બ્રહ્માંડ નથી પૃથ્વી પર જ છે. તેમના રહેઠાણનાં ઉપરોકત સ્થળ પૃથ્વી પર જ આવેલા છે જેથી આ શિવ અને જીવનો સંયોગ, મિલન થઈ શકે છે. શ્રાવણમાસ આવતાની સાથે જ ભક્તો ભોળિયાનાથને પોતાની ભક્તિ રસમાં નવડાવી તરબોળ થઈ જાય છે અને રોજે-રોજ શિવાલયોમાં શીવપૂજનની સામગ્રી લઈને પૂજન માટે કતારો લાગે છે. આ બધામાં વિશેષ તો ભગવાન ભોળાનાથ ભાવના ભૂખ્યા હોય છે. શ્રાવણ માસને કુદરતી પ્રાકૃતિક સાથે પણ ખુબ જ નજીકનો સંબંધ છે. કારણ કે શ્રાવણ માસ એટલે ઝરમર વરસતા વરસાદનાં દિવસો તે હૃદૃયને પ્રેમથી ભીજવવાનો સમય આ ધરતીની ફુલ ગુલાબી ભીની ભીની સુગંધો પણ પ્રાપ્ત થતી હોય છે. આ માસમાં પશુ-પંખી જીવ માત્ર ભૂમિ જીવીને આનંદ કરતા હોય છે. દરેક મંદિરો હર-હર કૈલાસ મહાદેવ ભોળાનાથના નારાથી ગુંજી ઉઠે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews