૭ તાલીમી આઈપીએસને ગુજરાત કેડર અપાઈ : વિશાખા ડબરલનું જૂનાગઢ પોસ્ટીંગ

0

યુપીએસસી પાસ કરીને ગુજરાતમાં પોસ્ટિંગ મેળવનારા સાત આઈપીએસ અધિકારીઓની ગુજરાતી ભાષા શિખવવા માટેની તાલીમ ગાંધીનગર પાસે આવેલા કરાય પોલીસ એકેડેમીમાં શરૂ કરવામાં આવી છે. આ તાલીમ દરમ્યાન નવા ટ્રેઈની પ્રોબેશનલ આઈપીએસ અધિકારીઓને ગુજરાતી ભાષા ઉપરાંત, ગુજરાતી રીતભાત અને પોલીસના કાયદાઓની તાલીમ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વધુ સાત આઈપીએસ અધિકારીઓની ફાળવણી કરી છે. આ આઈપીએસ અધિકારીઓએ યુપીએસસી પાસ કર્યા બાદ મેરિટમાં આઈપીએસ રેન્ક મળવાના કારણે તેમને ગુજરાત ઉપર પંસદગી ઉતારી હતી. આ અધિકારીઓને ગુજરાતની ૨૦૧૯ની બેચ ફાળવવામાં આવી છે. રાજયના ગૃહ વિભાગે ટ્રેનિ પ્રોબેશનલ આઈપીએસ અધિકારીઓની રાજયના અલગ અલગ જિલ્લાઓમાં નિમણુંક પણ કરી છે. જેમાં અતુન બંસલને ભરૂચ, અભિષેક ગૃપ્તા,જગદીશ બંગારવા અને જંગમ કુલદીપને અમદાવાદ ગ્રામ્ય, પાલસે સમાને ખેડા જીલ્લો, વિજય સિંહ ગુરજરને ભાવનગર જીલ્લો અને વિશાખા ડબરલને જૂનાગઢ જીલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. હાલ આ સાત ટ્રેઈની પ્રોબેશનલ આઈપીએસ અધિકારીઓની કરાઈ પોલીસ એકેડેમીમાં ત્રણ મહિનાની તાલીમ ચાલી રહી છે. જેમાં ગુજરાતી ભાષાની તાલીમ આ અધિકારીઓને સૌ પ્રથમ આપવામાં આવશે. આ અધિકારીઓની તાલીમ પુરી થયા બાદ તેમને જિલ્લાઓમાં પ્રોબેશનલ પિરિયડ શરૂ થશે. ત્યારે ગુજરાતી ભાષાનું ક્ષાન નહીં હોય તો તેમને જ તકલીફ પડશે. આ કારણોથી જ રાજયનું ગૃહ વિભાગ યુપીએસસી પાસ કરીને આવેલા આઈપીએસ અધિકારીઓને ગુજરાતી ભાષા શિખવવા માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરે છે અને આ અધિકારીઓને ગુજરાતી ભાષા બોલવાની અને સમજવાની તાલીમ આપવામાં આવે છે. જેનાથી તેઓ ફિલ્ડમાં આવે ત્યારે ગુજરાતી ભાષામાં સરળતાથી વાત કરી શકે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!