Thursday, January 21

શિવલિંગ ઉપર આ વસ્તુઓ અર્પણ કરવાથી થાય છે શિવજી નારાજ

આજ કેટલીક એવી વસ્તુ વિષે જણાવવા જઇ રહ્યાં છે જે તમે ભુલથી પણ શિવજી ઉપર ચઢાવશો તો શિવજી ખુશ થવાની જગ્યા ઉપર નારાજ થઇ જશે. શિવજી જ નહી વિષ્ણુજી અને લક્ષ્મીજી પણ પરસ્પર નારાજ થઇ જશે એટલા માટે ક્યારે પણ આ વસ્તુને ભગવાન શિવ ઉપર ચઢાવવું જોઇએ નહી.
• શંખ ધ્વારા કોઈ પણ અભિષેક કરવો નહિ.
• તુલસી પાન, હળદર, કંકુ, સિંદુર, ઉકાળેલું દૂધ, (સુકા) શ્રીફળ નું પાણી, કેતકીનું ફૂલ તથા લાલ રંગ નું ફૂલ અર્પણ કરવું નહિ.
• સફેદ તલ અને તેની બનાવેલ વસ્તુ અર્પણ કરવી નહિ. ( તલ તે ભગવાન વિષ્ણુ ના મેલમાંથી ઉત્પન થયેલ છે માટે વર્જિત છે )
• દૂધ ને તાંબાના લોટામાં, ડાયરેક્ટ કોથળી થી કે પ્લાસ્ટિક ની બોટલમાંથી ચઢાવવું જોઈએ નહિ. કાંસુ કે ચાંદી નું પાત્ર શ્રેષ્ઠ છે.
શિવજીની પ્રદક્ષિણા ચંદ્રકળા જેવી, એટલે સોમસૂત્રી હોય છે. શાળુંકાથી ઉત્તર દિશા ભણી, એટલે સોમની દિશા ભણી, મંદિરના વિસ્તારના છેડા સુધી (આંગણાં સુધી) જે સૂત્ર, એટલે નાનો વહેળો જાય છે, તેને સોમસૂત્ર કહે છે. પ્રદક્ષિણા કરતી વેળાએ ડાબા જવું અને અભિષેકના પાણીનો સ્રોત જે નીકમાંથી વહે છે (શાળુંકાનો આગળ લઈ જવાયેલો સ્રોત), ત્યાં સુધી જઈને તે ઓળંગ્યા સિવાય તેમજ પાછા ફરીને ફરી નીક સુધી ઊલટું આવીને પ્રદક્ષિણા પૂર્ણ કરવી.
શાળુંકાના સ્રોતને ઓળંગતા નથી, કારણ કે ત્યાં શક્તિસ્રોત હોય છે. તેને ઓળંગતી વખતે પગ પહોળા થાય છે અને વીર્યનિર્મિતિ તથા પાંચ અંતસ્થ વાયુ ઉપર વિપરીત પરિણામ થાય છે. દેવદત્ત અને ધનંજય વાયુ અકડાઈ જાય છે. પણ ઓળંગતી વખતે પોતાને કસી રાખવાથી નાડીઓ અકડાય છે અને પરિણામ થતું નથી. નીક ઓળંગતી વખતે પોતાના પગની ગંદગી તેમાં પડવાથી તીર્થ તરીકે તે પાણી દુષિત થાય છે અને પાપના ભાગીદાર બનો છો. માટે કદી પણ શિવલિંગની પૂરી પ્રદક્ષિણા કરવી નહિ.
વિશેષ સામગ્રીઓથી બનેલા શિવલિંગ અને તેની પૂજા કરવાથી મળતા શુભ ફળની માહિતી અહીં આપવામાં આવી છે.
• પારદ શિવલિંગ – પારદ શિવલિંગ સર્વોત્તમ માનવામાં આવે છે. ઘર અને દુકાનમાં તેને રાખવાથી અને નિયમિત શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય ચે અને સૌભાગ્યની સાથે સાથે જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
• સુવર્ણજડિત શિવલિંગ – સુખ અને સમૃદ્ધિની સાથે સાથે સ્વર્ગના સુખની પ્રાપ્તિ પણ થાય છે.
• સાકરમાંથી બનેલું શિવલિંગ – રોગોનો નાશ થાય છે
• મોતીથી બનેલું શિવલિંગ – સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
• હીરાજડિત શિવિલંગ – દીર્ધાયુ પ્રાપ્ત થાય છે
• પોખરાજ જડિત શિવલિંગ – ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
• નીલમ જડિત શિવલિંગ – સન્માન પ્રાપ્ત થાય છે.
• સ્ફટિકનું શિવલિંગ – મનોકામનાઓ પૂર્ણ થાય છે.
• ચાંદી જડિત શિવલિંગ – શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે.
• તાંબાનું શિવલિંગ – લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
• પિત્તળનું શિવલિંગ – તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે.
• કાંસાનું શિવલિંગ – યશ પ્રાપ્તિ થાય છે.
• લોખંડનું શિવલિંગ – શત્રુઓનો નાશ થાય છે.
• વાંસનું શિવલિંગ – વાંસના અંકુરને શિવલિંગના આકારમાં કાપીને પૂજા કરવાથી વંશવૃદ્ધિ થાય છે.
• મરચુ, પીપળાનું ચૂર્ણ, સૂંઢ અને મીઠાનું બનાવેલું શિવલિંગ – તેની પૂજા વશીકરણ જેવી વિદ્યાઓ માટે થાય છે.
• ફુલોમાંથી બનાવેલું શિવલિંગ -ભૂમિ અને ભવનની પ્રાપ્તિ થાય છે.
• ફળોમાંથી નિર્મિત શિવલિંગ -ફળના શિવલિંગથી ઉત્પાદન વધે છે.
• લોટમાંથી બનેલ શિવલિંગ – ઘઉં, ચોખાનો લોટને સરખા ભાગમાં મિશ્ર કરીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી સુખ – સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ રોગથી મુક્તિ મળે છે.
• અડદના લોટથી બનેલ શિવલિંગ – સુંદર પત્ની મળે છે.
•- માખણથી બનેલ શિવલિંગ – સુંદર પત્ની મળે છે.
• ગોળનું શિવલિંગ – આ શિવલિંગ પર અન્ન ચોંટાડીને પૂજા કરવાથી ઉપજ વધે છે અને અન્નની પ્રાપ્તિ થાય છે.
• ભસ્મથી બનેલ શિવલિંગ – અનોખી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
• દહીંથી બનેલ શિવલિંગ – દહીંમાંથી પાણી નિતારીને શિવલિંગ બનાવી તેની પૂજા કરવાથી સુખ-સંપત્તિ અને ધન મળે છે.
• આમળાનું શિવલિંગ – આ શિવલિંગ ઉપર રૂદ્રાભિષેક કરવાથી મોક્ષ મળે છે.
• કપૂરનું શિવલિંગ – આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.
• દુર્વાનું શિવલિંગ – અકાળે મૃત્યુનો ભય દૂર થાય છે.
• પીપળાના લાકડાનું શિવલિંગ – દરિદ્રતાથી મુક્તિ મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!