જૂનાગઢનાં હાજીયાણી બાગ નજીકની પેશકદમી સ્વૈચ્છિક રીતે દુર કરાઈ

0

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પેશકદમીઓની અનેક ફરીયાદો ઉઠી છે ત્યારે આજે એક નવી વાત સામે આવી છે. આ વાત છે જરૂરીયાતમંદ અને ગરીબ લોકો કે જે પોતાનો ધંધા-રોજગાર ચલાવી અને પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં તેવા થોડાક જરૂરીયાતમંદ લોકોએ ધંધા-રોજગાર માટે જે પેશકદમી કે દબાણ કરેલા હતાં તે સ્વૈચ્છીક રીતે દુર કરવાની કામગીરી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકાનાં દબાણ શાખાનાં અધિકારી ભરતભાઈ ડોડીયાને આ અંગે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે હાજીયાણી બાગ નજીક ફુટપાથની આજુબાજુ જે કાંઈ દબાણો કે પેશકદમી થયેલી હતી. તે અંગે મહાનગરપાલિકાને અરજી પ્રાપ્ત થઈ હતી અને જેનાં ભાગરૂપે મનપા તંત્રએ દબાણો દુર કરવા અંગે જે-તે લોકોને નોટીસ આપી અને જાણ કરી હતી. ત્યારબાદ હાલ જે દબાણો કે પેશકદમી દુર થઈ રહી છે તે સ્વૈચ્છીક રીતે દુર થઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેરનાં બહાઉદ્દીન કોલેજથી મોતીબાગ રોડ ઉપર આવેલા હાજીયાણીબાગની ફુટપાથનાં દબાણો જરૂરીયાતમંદ લોકોએ સ્વૈચ્છીક રીતે દુર કરી રહ્યાં હોય તેની લોકોમાં સરાહના થઈ રહી છે. જ્યારે જૂનાગઢ શહેરમાં ૧ થી ૧પ, વોર્ડમાં ઠેર-ઠેર પેશકદમી જાેવા મળે છે. જાહેર રસ્તા, બ્લોક કરીને પેશકદમી કરાઈ છે. તેને કોણ દુર કરશે તેવો સવાલ લોકોમાં ઉઠ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!