જૂનાગઢ મનપાના વોર્ડ નં. ૧ થી ૧પમાં ભાજપના સંગઠનની સંરચના પૂર્ણ

0

જૂનાગઢ શહેર ભાજપ મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમાની એક યાદીમાં જણાવાયું છે કે, તા.રર-૭-ર૦ર૦ના રોજ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ શહેર ભાજપના તમામ વોર્ડ નં. ૧ થી ૧પની વોર્ડ ટીમોની રચના પૂર્ણ કરવામાં આવી છે અને તેને જાહેર કરવામાં આવેલ છે. આ ટીમમાં મુખ્ય ટીમો (વોર્ડની ટીમ) તથા કારોબારી સમિતિ મળી દરેક વોર્ડમાં ૬૧ સદસ્યોની ટીમ બનાવાઈ છે. આ દરેક વોર્ડની ટીમોમાં યુવા, અનુભવી, કાર્યદક્ષ અને વોર્ડ વિસ્તારના પ્રશ્નો માટે સતત દોડનારા કાર્યકરોને પદ આપવામાં આવેલ છે. વોર્ડની ટીમોમાં વોર્ડ પ્રમુખ, વોર્ડ મહામંત્રી, વોર્ડ ઉપપ્રમુખ, વોર્ડ મંત્રી, કોષાધ્યક્ષ સહિતની ટીમ તૈયાર કરવામાં આવેલ છે. ૪પ સદસ્યોની કારોબારી સમિતિમાં વોર્ડના સર્વે કાર્યકરોને સમાવી દરેક વોર્ડના યોધ્ધાઓની સેના તૈયાર કરી આપવામાં આવેલ છે. આ નવનિયુકત સર્વે પ્રમુખોની વરણીની સર્વત્ર આવકાર મળી રહેલ છે અને આ ટીમો તૈયાર કરવામાં મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમા, પુનીતભાઈ શર્મા, ભરતભાઈ શિંગાળાએ જહેમત ઉઠાવેલ છે. તેમજ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે નિમણુંક પામેલ સી.આર. પાટીલની નિમણુંકને પણ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણી તથા ભાજપના તમામ કાર્યકરોએ આવકારી તેમના વડપણ હેઠળ ભાજપને વધુ સશકત બનાવવાની નેમ વ્યકત કરાઈ છે. જૂનાગઢ મહાનગરની દરેક વોર્ડની તૈયાર થયેલ ટીમોમાં નિમણુંક પામેલા કાર્યકરોને ભાજપના પદાધિકારીઓ સર્વે ધીરૂભાઈગોહેલ, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, પૂર્વ મેયર જયોતિબેન વાછાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, પૂર્વ ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી, ભીખુભાઈ યાદવ, સંજયભાઈ કોરડીયા, શૈલેષભાઈ દવે, કરશનભાઈ ધડુક, કાળુભાઈ સુખવાણી, હરેશભાઈ પરસાણા, નિર્ભયભાઈ પુરોહિત, કિરણભાઈ પુરોહિત અમૃતભાઈ દેસાઈ અને ભરણ કારેણા સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે તેમ જૂનાગઢ મહાનગરના મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!