ગુજરાત સરકારનાં સ્કુલો શરૂ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ ફી માફીનાં હુકમની સામે આજે અથવા આવતીકાલે ગુજરાત રાજયનાં સેલ્ફ ફાયનાન્સ મંડળ દ્વારા સુપ્રિમકોર્ટ તથા હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવામાં આવશે અને ગુજરાતનાં સેલ્ફ ફાયનાન્સ શાળાઓનાં સંચાલકોની મુંઝવણ અંગેનાં પ્રશ્નો મુકાશે. ઉપરાંત સ્ટેની માંગણી પણ કરવામાં આવનાર હોવાનું જૂનાગઢ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી.કાઠીએ જણાવ્યું છે. માર્ચ માસથી જ કોરોનાની ભયંકર બિમારીનાં સમયકાળમાં લોકડાઉન સહિતનાં તબક્કામાં શૈક્ષણિક કાર્ય સહિત વેપાર, ધંધા-રોજગાર સહિતનાં ક્ષેત્રો ઠપ્પ થયાં હતાં ત્યારબાદ અનલોક દરમ્યાન વેપાર-ધંધા-રોજગાર શરૂ થઈ ચુક્યાં છે. પરંતુ હજુ સુધી જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ અને કોરોનાની બિમારીનો ભય ન રહે તે માટેનાં તકેદારીનાં પગલાંરૂપે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે પરંતુ વર્તમાન પરિસ્થિતીનાં લીધે ઓનલાઈન શિક્ષણ પ્રથા આજના સમયનાં અનુરૂપ એક વિકલ્પ તરીકે સ્વિકારવામાં આવી છે અને તે રીતે વિદ્યાર્થીનો અભ્યાસ ન બગડે તે માટે શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ શાળા સંચાલકો પાસે સૌથી વધારે મુશ્કેલી એ ઉઠવા પામી કે વાલીઓ ફી ભરવાનાં મુદ્દે મુંઝવણમાં રહ્યાં હતાં વાલીઓની એવી રજુઆત અને ફરીયાદ હતી કે રોજગારીનાં સાધનો છિનવાઈ ગયા હોય અને રોજગારી ક્ષેત્ર ઠપ્પ હોય તેમજ સ્કુલો શરૂ થઈ ન હોય તો ફી શેની ? તેવા અનેક સવાલો આ સમયગાળામાં ઉઠવા પામેલ છે અને સરકાર, શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ-વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં કામગીરી કરતાં કર્મચારીઓ આ દરેક માટે મુંઝવણભરી પરિસ્થિતી સર્જાયેલી છે તેવા સંજાેગોમાં ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ જારી કરી અને વિધિવત ઠરાવ કરી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કલાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી શાળાનાં સંચાલકો ફી નહીં લઈ શકે તેવો કડક આદેશ જારી કર્યો છે અને જેની સામે વાલીઓને મોટી રાહત મળી છે. જાે કે સરકારે સંચાલકો સાથે અગાઉ ફી મુદ્દે બેઠકો પણ કરી હતી અને ફી ઘટાડવા પણ જણાવેલ હતું. એક તબક્કે તો અગાઉ પણ એટલે કે ૧૩ એપ્રિલનાં રોજ શાળાનાં સંચાલકો સાથે ગુજરાત સરકારને એક મહત્વની બેઠક યોજાણી હતી અને તેમાં સમાધાનની ભૂમિકા કાર્યરત થતાં શાળાનાં સંચાલકોએ તે મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ ત્યારબાદ વાલીઓની સતત એવી માંગણી અને આ વર્ષે શાળામાં શિક્ષણ એટલે કે કલાસરૂમમાં શિક્ષણ અપાતું નથી અને ઓનલાઈન શિક્ષણ ચાલુ છે ત્યારે ફી શા માટે તેવા વિવિધ મુદ્દે આંદોલનો પણ શરૂ થયા હતાં અંતે સરકારે કલાસરૂમ શરૂ ન થાય ત્યાં સુધી સ્કુલો ફી નહીં લઈ શકે તેવો ઠરાવ જારી કરવામાં આવતાં તેનો ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. આ મુદ્દે ગઈકાલે જ ગુગલ મારફત ગુજરાત રાજય સેલ્ફ ફાયનાન્સ મંડળની એક મહત્વની બેઠક પણ મળી હતી અને વિવિધ મુદ્દે ચર્ચાઓ બાદ સરકારનાં આ હુકમને પડકારવા સુપ્રિમ તથા હાઈકોર્ટનાં દ્વાર ખખડાવવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. રાજય સરકાર દ્વારા જારી સમયપત્રક મુજબ ગત તા.૮-૬-ર૦ર૦થી શાળાઓનું નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકાર હવે જણાવે છે કે ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી. બીજી તરફ દેશનાં ૧૬થી વધુ રાજયોની હાઈકોર્ટનો એવો આદેશ છે કે ઓનલાઈન શિક્ષણ એ જ માત્ર વર્તમાન સમયનો વિકલ્પ છે અને તેથી સ્વનિર્ભર શાળાઓએ શિક્ષણ ફી લેવી જાેઈએ તેવું ઠરાવેલ છે. બીજી તરફ રાજયભરની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગત તા.૧૬ માર્ચથી નવું સત્ર શરૂ કરી દિધું છે પરંતુ કોરોનાની મહામારીને લઈને નવા શૈક્ષણિક સત્ર દરમ્યાન ઓનલાઈન શિક્ષણ પધ્ધતિ અંતર્ગત શિક્ષણ અપાઈ રહ્યું છે. તેની સામે વાલીઓ દ્વારા હાલનાં સમયમાં ફી નહીં ભરવામાં આવે તેમજ ગુજરાત સરકારે આ બાબતે રાહત આપવી જાેઈએ તેવી વારંવારની રજુઆતો સરકાર સમક્ષ કરી હતી. પરંતુ સરકારે આ બાબતે કોઈ નિર્ણય ન લેતાં આખરે વાલીઓ દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે સરકારે ઓનલાઈન શિક્ષણની ચોક્કસ પધ્ધતિ નક્કી કરવી તેમજ નાના બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવું કે કેમ ? તેમજ લોકડાઉન દરમ્યાન વાલીઓએ ફી ભરવી કે કેમ ? તે બાબતે ગુજરાત સરકારે નિર્દેશન આપવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. વિશેષમાં જૂનાગઢ જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી.કાઠીએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૩-૪-ર૦ર૦નાં રોજ સરકાર સાથે ફી મુદ્દે અને કેટલીક બાબતે સમાધાન પણ થયું હતું. જેમાં એવી બાબત નક્કી કરી હતી. કે જે વિદ્યાર્થીઓની ફી માર્ચથી મે સુધીની બાકી હોય તેઓએ નવેમ્બર-ર૦ર૦ સુધીમાં ભરવાની રહેેશે. જ્યારે જુનથી ઓગષ્ટ માસની ફી શાળા ખુલે ત્યારે ભરવા જણાવેલ હતું અને કોઈપણ શાળા ફીમાં વધારો ન કરવો તે બાબતને લેવામાં આવી હતી અને આ સમાધાન બાદ વાલીઓએ વિદ્યાર્થીઓની ફી ભરવા મુદ્દે સરકાર પાસે રજુઆત કરી હતી અને ત્યારબાદ જાહેર હિતની સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં આખરે સરકારે એક આદેશ જારી કરી અને સ્કુલો શરૂ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ ફી માફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તેની સામે ગુજરાત રાજયનું સેલ્ફ ફાયનાન્સ મંડળ (ગુજરાત સ્વનિર્ભર શાળાકીય મહામંડળ) દ્વારા આજે અથવા આવતીકાલે હાઈકોર્ટમાં જશે અને તેમાં ૩ બાબતોને આવરી લેવામાં આવશે. જેમાં જે-તે શાળાનાં સંચાલકો તેમની પાસે જે સ્ટાફ છે શિક્ષક, કલાર્ક, સફાઈ કર્મચારી, પટ્ટાવાળા સહિતનાં વિવિધ સ્ટાફનો પગાર કઈ રીતે આપવો ? તે અંગે નક્કી કરે ? તેમજ સ્કુલો ચલાવવી કઈ રીતે ? તે સહિતનાં પ્રશ્ને તેમજ સરકારે જે જારી કરેલ હુકમ છે તેની સામે સ્ટે લેવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જૂનાગઢ જીલ્લાનાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ જી.પી.કાઠીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews