ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં રેકર્ડબ્રેક ૨૬ કેસ : ૧ મૃત્યું

0

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે પ્રથમ વખત રેકર્ડબ્રેક સૌથી વધુ એકી સાથે ૨૬ જેટલા કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જયારે એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ કેસો ૩૪૨ છે. જેમાંથી ૧૬૭ એકટીવ કેસો છે અને ૧૬૫ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા છે. ૧૦ લોકોના મૃત્યું થયા છે. ગીર સોમનાથ જીલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહયો છે. તેના પુરાવારૂપ છેલ્લાા પંદરેક દિવસથી ગીર સોમનાથ જીલ્લામાં દરરોજ ૨૦ જેટલા સરેરાશ કેસો આવી રહયા છે. દરમ્યાન ગઈકાલે એક જ દિવસમાં રેકર્ડબ્રેક ૨૬ પોઝીટીવ કેસો એકી સાથે આવ્યા છે. જેમાં વેરાવળમાંથી ૯, તાલાલા તાલુકાના હિરણવેલ, બોરવાવ, આંકોલવાડી, સુરવા ગામમાંથી ૬, સુત્રાપાડામાંથી ૧, કોડીનારના નવાગામ અને ગીર દેવળીમાંથી ૨, ઉના શહેરમાંથી ૬ અને ગાંગડામાંથી ૧ અને ગીરગઢડાના અંબાળામાંથી ૧ મળી કુલ ૨૬ પોઝીટીવ દર્દીઓ આવ્યા છે. જયારે ઉના તાલુકાના દેલવાડાના ૪૫ વર્ષીય પુરૂષ કે જે ચાર દિવસ પૂર્વે તા.૧૯ જુલાઇ ર૦ર૦ના રોજ કોરોના પોઝીટીવ આવેલ દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજેલ છે. આ દર્દીના મૃત્યુનું કારણ ડેથ ઓડીટ કમીટી તપાસ કરી જાહેર કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!