માંગરોળ તાલુકાનાં લોએજ ગામમાં સોલંકી પરિવાર દ્વારા ચક્ષુદાન

0

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં રહેતા ભીમાભાઈ દેવશીભાઈ સોલંકી કે જેઓ સંજયભાઈ સોલંકી (આરોગ્યશાખા કચ્છ), હેતલબેન(કોન્સ્ટેબલ રાજકોટ), ભારતીબેન (શિક્ષક ભાવનગર)ના પિતા થાય છે. જેમનું તા.૨૩-૦૭-૨૦૨૦ શ્રાવણ સુદ ત્રીજને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળા પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષદાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી લોએજ ગામના સામાજીક કાર્યકર અગ્રણી મસરીભાઈ બામરોટીયાએ આરેણા સ્થિત શિવમ્‌ ચક્ષુદાન સલાહ્‌ કેંદ્રના સંચાલકને જાણ કરતા રાજેશભાઈ સોલંકી અને હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા. જે ચક્ષુનો રાહુલભાઈ ચાવડાએ સ્વિકાર કરેલ અને આરેણા ગામના અરશીભાઈ વાળા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને પહોંચાડેલ છે. સોલંકી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્‌ ચક્ષુદાન બિરદાવે છે અને ભીમાભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. સોલંકી પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. સોલંકી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન શ્રી ધડુક, શ્રી ડુંગગુરૂ સ્થા.જૈન યુવક મંડળ-જૂનાગઢ, સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!