માત્ર શ્રાવણમાં જ ખુલતા ગીરનાં પાતળેશ્વર મહાદેવ પણ કોરોના કાળમાં ભાવિક વિહોણા !!

0

બુહદ ગીરમાં આવેલ પાતળેશ્વર મહાદેવ ભક્તોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. માત્ર શ્રાવણ મહિનામાં આ મંદિરમાં દર્શન માટે ભાવિકોને છૂટ અપાય છે. ત્યારે વનવિભાગ દ્વારા તઘલીઘી નિર્ણય કરાતા ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. વનવિભાગ દ્વારા મહિનામાં માત્ર એક જ વાર એક વ્યક્તિ દર્શનનો લાભ લઇ શકશેનાં નિર્ણયથી ભોલેનાથના ભક્તોમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે પાતળેશ્વર મંદિર આખા વર્ષમાં માત્ર શ્રાવણ મહિનામાં ખુલે છે. ગીરની મધ્યે ગિરગઢડાના બાબરીયા બાદ આ મંદિર આવે છે અને એનું અનેરૂ મહત્વ પણ છે. હાલ શ્રાવણ મહિનો ચાલું થયો છે અને ઉના ગિરગઢડાના અનેક વેપારી સવારે દર્શન કરીને જ પોતાના નિત્ય કામ કરતા હોય છે. પરંતુ કોરોના કાળમાં આ દર્શનનો લાભ પણ માત્ર હવે આખા મહિનામાં એકવાર લઈ શકાશે ત્યારે ભક્તોમાં કચવાટ ફેલાયો છે. એક તો આખા વર્ષમાં વનવિભાગ ત્યાં જવાની મંજૂરી નથી આપતું અને અનેક લોકો એ મહિનાભર દર્શનની માનતા રાખી હોય એના માટે હવે એકવારની જ મંજૂરી આપવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!