આપણે ત્યાં ઋષિ મુનિઓ અને સાધકો એક આસાન બેસી ‘આસાન-સિદ્ધિ’ મેળવતા હતા અને પોતાની ઉપાસનાનો હેતુ સિદ્ધ કરી લેતા પરંતુ એ થઈ સતયુગ કે કળિયુગ સિવાયના યુગોની વાત. આ વાત સાચી કે ખોટી એવા તર્કો પણ થાય પરંતુ એ વાત સાચી જ હશે, બોલો..! આજના સમય-કાળમાં પણ હવે આસનના સ્થાને બેઠક વ્યવસ્થા ખુરશીની થઈ છે. આપણા ઘણાને આજકાલ આવી ‘ખુરશી સિદ્ધિ’ માટે વલખા મારતાં આપણે જોઈએ છીએ, અહીં જાય, તહીં જાય પણ ખુરશી મુકવાની નહીં. ખુરશી માટે પોતાના પક્ષનો ત્યાગ કરી ‘સમાજ સેવાની ઉદાત્ત ભાવના’ રાખનારા સાધકો પણ હોય છે. મતદાર એવા સંસારીઓને આ કઠોર સાધના અને તેના ફળની ક્યાંથી ખબર હોય ? ખુરશીની ઉપર કે નીચે ગમે તેમ મળવી જોઈએ… મળવી જોઈએ…!
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews