જૂનાગઢ શહેરનાં કાળવા ચોકમાં ખાનગી કંપનીનાં કેબલ નાખતી વખતે પાણીની પાઈપલાઈન ઉપર મશીન ફરી વળતાં પાણીની નદી વહેવા લાગી હતી અને જેને લઈને આ વિસ્તારમાં પાણી વહેવા લાગ્યા હતાં. પાણીની લાઈન ક્યાં આવેલી છે તેની ખરાઈ કર્યા વગર આડેધડ કામ કરતી કંપની સામે પગલાં લેવા જાેઈએ અને જેથી કરીને ફરીવાર આવી ભુલ ન કરે. જૂનાગઢ શહેરમાં તમામ રસ્તાઓ હાલ ગટરનાં કામે ખોદી નાંખ્યા છે ત્યારે હવે કેબલ નાખવા માટે પણ રસ્તાઓનું ખોદકામ ચાલુ થઈ ગયું છે તેને લઈને લોકોને અવરજવર માટે પણ તકલીફ પડી રહી છે. ખાનગી કંપની દ્વારા કેબલ નંખાયા પછી રસ્તાનું રીપેરીંગ અધુરૂં છોડી દીધું છે. મહાનગરપાલિકામાં પૈસા ભરી દીધા હોવાથી પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. ખાનગી કંપની કેબલ નાંખ્યા પછી રસ્તા-રીપેરીંગ કરવા માટે અલપ ઝલપ કામગીરી જેવી તેવી કામગીરી કરી સંતોષ માને છે. આ રસ્તાની કામગીરી ઉપર સુપરવિઝન કરનારાઓ સાથે મિલી ભગતથી શહેરમાં અનેક ભોપાળાઓ સર્જી રહ્યાં છે. શું આની તપાસ થશે ખરી ?
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews