જૂનાગઢમાં શૈક્ષણિક સંકુલ અને હોસ્ટેલ ભાડે લઈ ભાડુઆતે અન્યને ભાડે આપી દેતા ૩ સામે ફરીયાદ

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ સાંઈબાબાનાં મંદિર પાસે નયન સોસાયટીમાં રહેતાં હમીરભાઈ ગીગાભાઈ મુળીયાસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરામભાઈ દેવદાનભાઈ વિરડા, હિનાબેન નાગદાનભાઈ વિરડા તથા દિનેશભાઈ વિરાભાઈ માળીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીએ પોતાની માલીકીની નાલંદા શૈક્ષણિક સંકુલ તથા હોસ્ટેલ સાધનો સાથે ભાડે આપેલ હોય અને આ ભાડાનાં રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતાં આપેલ નહીં જેથી ફરીયાદી તથા ફરીયાદીનાં સાળા જયેશ નગાભાઈ ચાવડા સંકુલે રૂબરૂ જઈ તપાસ કરતાં જાણવા મળેલ કે આરોપી મેરામભાઈ વિરડાનાં કહેવાથી આરોપી હિનાબેન નાગદાનભાઈ વિરડાએ ફરીયાદીને જાણ કર્યા વગર કે મંજુરી લીધા વગર આ સંકુલ દિનેશભાઈ વિરાભાઈને ભાડા કરાર કરી બારોબાર ભાડે આપી દિધેલ જેથી આ ત્રણેય વ્યકિતઓએ મળી ફરીયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!