જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક જુગાર દરોડો, રૂા.૧.ર લાખનો મુદ્દામાલ કબ્જે

0

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પી.બી.હુણ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં ખામધ્રોળ રોડ નજીક સંઘીપરા ખાતે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી અબ્દુલભાઈ હનીફભાઈ ઠેબા, જેન્તીભાઈ નાથાભાઈ પરમાર, હુસેન બોદુભાઈ ઠેબા, નઝીમભાઈ હમીરભાઈ ઠેબા, દિલાવર હાજીભાઈ સમાને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧,૦ર,૮પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!