સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજનાં પ્રમુખ અને વિધ્વાન ધારાશાસ્ત્રી પરેશભાઈ જાેષીનું દુઃખદ નિધન : શોકની લાગણી

જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભૂતપૂર્વ નગર સેવિકા અને બ્રહ્મસમાજના અગ્રણી અને ગુજરાત સરકારનાં બાળ આયોગનાં ડાયરેકટર શ્રીમતિ આરતીબેન પરેશભાઈ જાેષી તેમજ તેમના પતિ અને સિનિયર એડવોકેટ તેમજ સૌરાષ્ટ્ર – કચ્છ બ્રહ્મસમાજનાં અગ્રણી પરેશભાઈ જાેષીનો તાજેતરમાં જ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા તેમને જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ હતા આ દરમ્યાન આજે વહેલી સવારે ઔદિચ્ય ઝાલાવડી બ્રહ્મસમાજ અને સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજનાં અગ્રણી અને જાણીતા એડવોકેટ પરેશભાઈ જાેષીનું દુઃખદ નિધન થતાં તેના પરીવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને તેમના પરીજનોને સમસ્ત બ્રહ્મસમાજનાં અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો તેમજ વકીલો મંડળ દ્વારા પણ દીલસોજીનાં સંદેશા પાઠવવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં કોરોનાનું ચિત્ર દિવસેને દિવસે વધુ ભયાનક બની રહયું છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૧પ સુધી પહોંચી ગયો છે. બે દિવસ પહેલા જ જૂનાગઢ મહાજગરપાલિકાનાં કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું કોરોના સહિતની બિમારીનાં કારણે મૃત્યુ થયું છે અને આજે વહેલી સવારે જાણીતા એડવોકેટ પરેશભાઈ જાેષીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે તેઓનાં મૃત્યુનાં કારણમાં રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણી શકાશે તેઓને કોરોના પોઝીટીવ હોય અને સારવાર ચાલતી હતી તે દરમ્યાન તેઓનું મૃત્યુ થયું છે. તેમનાં પરીવારનાં તમામ લોકોને કોરોન્ટાઈન કરાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!