સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.કે.ભલગરીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે પીપળીયાધાર પહેલા રોડની બાજુમાં જુગાર અંગે દરોડો પાડતાં ૮ શખ્સોને જુગાર રમતાં કુલ રૂા.ર૬૮૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. જ્યારે કેશોદ ખાતે અન્ય એક દરોડામાં ઘંસારી ગામે ચર ગામ જતાં રસ્તે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂા.૬૮૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે અન્ય એક દરોડામાં માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ અરજણભાઈ અને સ્ટાફે પીપલાણા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૬ શખ્સોને કુલ રૂા.૧૦૦૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!