બાંટવા ખાતે જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ૩ સામે ફરીયાદ

બાંટવા ખાતે રહેતાં વેજાભાઈ સુદાભાઈ મોરીએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશ સુધીર પરમાર, દીપુ સમોસાવાળો, જયેશ સુધીરનો ભાઈ દર્શન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને વગર વાંકે આરોપી જયેશ પરમારએ પોતાની મોટરસાયકલ આડે નાખી અવરોધ કરી ફરીયાદીને રોકી અને બાદમાં અન્ય આરોપીઓએ બોલાવી ત્રણેયએ મળી ફરીયાદીને જેમફાવે તેમ ગાળો કાઢી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી અને ઢીકાપાટુનો મારમારી તેમજ ફરીયાદીને લોખંડનાં શટર અને ઓટલા સાથે અથડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રૂા.૧૦ હજાર તથા ૧ મોબાઈલ મળી કુલ રૂા.૧૧ હજારનાં મુદ્દામાલની નુકશાની કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર : માર માર્યાની ફરીયાદ
માણાવદર ખાતે રહેતાં હિતેન ઉર્ફે યુવી તરૂણભાઈ રાવલને અકરમ ઉર્ફે અકુડો બ્લોચ તથા એઝાઝ ઉર્ફે કાંચાએ ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીનાં મોટરસાયકલમાં નુકશાની કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!