રાજકોટની પરિણીતાને શારિરીક-માનસીક દુઃખત્રાસની ફરીયાદ

રાજકોટ ૧પ૦ ફુટ રીંગરોડ અનામીકા-ર ખાતે રહેતાં અને હાલ જૂનાગઢ તાલુકાનાં સુખપુર ખાતે રહેતાં સેજલબેન શૈલેષભાઈ રાઠોડએ પોલીસમાં આ કામનાં આરોપી શૈલેષભાઈ અરજણભાઈ રાઠોડ પતિ, અરજણભાઈ નથુભાઈ રાઠોડ સસરા, હંસાબેન અરજણભાઈ રાઠોડ સાસુ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી બેનને તેનાં લગ્નજીવન દરમ્યાન કરીયાવર બાબતે મેણાટોણા મારી તથા દહેજમાં રૂા.પ૦ હજારની માંગણી કરી અને ફરીયાદીબેનને ત્યાં દિકરીઓનો જન્મ થતાં જેના કારણે તેના સાસરીયાઓને સારૂં નહીં લાગતા ગાળો આપી ઢીકાપાટુનો મારમારી અને શારિરીક-માનસીક દુઃખ ત્રાસ આપી તેમજ ફરીયાદીનાં પતિ અવારનવાર હું મરી જઈશ અને તને ફીટ કરાવી દઈશ તેવી ધમકી આપતાં હોય જેથી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!