કેશોદ શહેર તથા આજુ બાજુના વિસ્તારમાં નગરપાલિકાના જેસીબીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. મળતી વિગત મુજબ નગરપાલિકાના જેસીબીનો વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં ઉપયોગ થતો હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખને થતા એ બાબતની તપાસ કરતા વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકા જેસીબી દ્વારા ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા જે બનાવ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ નગરપાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં નગરપાલિકાના જેસીબીના દુર ઉપયોગ બાબતે યુથ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, નગરપાલિકા પ્રમુખના નજીકના વ્યકિતના કહેવાથી સવારથી બપોર સુધી નગરપાલિકાના જેસીબી દ્વારા ખાનગી પ્લોટમાં ગાંડા બાવળો દુર કરવામાં આવી રહ્યા હતા જે બાબતે તંત્રને ટેલીફોનીક જાણ કરતા તંત્ર દ્વારા યોગ્ય જવાબ કે જવાબદારી લેવામાથી છટકી રહ્યા હતા જવાબદારો સામે ફરીયાદ કરી કાયદેસર કાર્યવાહી કરાવવા તથા કોર્ટમાં જવા ઉપરાંત નગરપાલિકા પ્રમુખને હોદા ઉપરથી દુર કરવા જોઈએ તેવું જણાવેલ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ અનેકવાર નગરપાલિકાના જેસીબી ખાનગી મિલકતમાં ઉપયોગ કરવામાં આવેલ જે બાબતે કોઈપણ જવાબદારો સામે પગલા ન લેવાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે ત્યારે આ ઘટના બાબતે કોઈ જવાબદારો સામે પગલા લેવામાં આવશે કે કેમ ? તે અંગે સંબંધીતોનું ધ્યાન કેન્દ્રીત જયેલું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews