શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે ઉમટયો શિવભકતોનો પ્રવાહ

સોમનાથ મહાદેવ મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસનાં દિવસે દર્શન-પૂજન માટે શિવભકતોનો પ્રવાહ ઉમટયો હતો. શ્રાવણ માસની પૂર્વ સંધ્યાએ સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદારનો શિવ વંદનાનો સુરીલો કાર્યક્રમ યોજાયો હતો. સોમનાથ ટ્રસ્ટની સુચારૂ રૂપે અને કોવીડ ગાઈડલાઈન તથા સોશ્યલ ડીસ્ટન્સની જાેગવાઈ સાથેની પાસ પ્રથાનો ભાવિકોમાં સારો પ્રતિસાદ સાંપડયો હતો. આજે વહેલી સવારે ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન રાજકોટનાં ધનસુખભાઈ ભંડેરીએ સહપરિવાર સોમનાથ મહાદેવનાં દર્શન-કળશ પૂજા કરી હતી. જયારે બિલીમોરા-નવસારીનાં જીજ્ઞેશ વાઘેલા, કલ્પેશ પ્રજાપતિ અને અરવિંદ પાંડેએ પીપીઈ કીટ પહેરી સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા હતાં. જયારે સોમવારે સાડા ચાર હજારથી વધુ દર્શનાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!