જૂનાગઢ શહેરમાં ગઈકાલે મેઘરાજાએ કૃપા કરી હોય તેમ જૂનાગઢ શહેરના અડધા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો જયારે અડધો વિસ્તાર સાવ કોરો ધાકોડ રહ્યો હતો. ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદને પગલે જૂનાગઢ શહેરમાં વહેતી સોનરખ નથીમાં પાણી આવ્યું હતું. ગઈકાલે બપોર સુધી જૂનાગઢ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પરંતુ બપોર બાદ વાતાવરમાં પલ્ટો આવ્યો હતો અને કાળા વાદળોની જમાવટ સાથે મેઘ ગર્જના સહિત જૂનાગઢ શહેરના મધુરમ, ટીંબાવાડી, દિપાંજલી, મોતીબાગ, બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદના ભારે ઝાપટાં પડયા હતા. જયારે બસ સ્ટેશનથી યાર્ડ સુધીમાં વરસાદ વરસ્યો નહોતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews