જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રભરમાં રક્ષાબંધનનાં પર્વને લઈને બજારોમાં અવનવા પ્રકારની આકર્ષક રંગબેરંગી રાખડીઓથી બજાર ઉભરાયું છે અને રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરમાં તથા સોરઠ પંથકમાં પણ બજારોમાં અવનવી રાખડીઓ જાેવા મળી રહી છે. બહેન અને ભાઈનાં અમર પ્રેમનાં મહિમાને વર્ણવતા રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે શ્રાવણ સુદ પૂનમ અને આગામી તા.૩-૮-ર૦ર૦નાં સોમવારનાં રોજ આવી રહ્યો છે. બજારોમાં રૂા.પ થી લઈ અને રૂા.૧૦૦,ર૦૦ સુધીની રાખડીઓનો ખજાનો જાેવા મળી રહ્યો છે. રક્ષાબંધનનાં તહેવારને બળેવ તેમજ નાળીયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આ દિવસે યજ્ઞોપવિત ધારણ કરેલાં બહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ તેમજ લોહાણા રઘુવંશી સમાજ સહિતનાં વિવિધ સમાજાે દ્વારા વહેલી સવારે શુભ મુર્હૂતમાં ગાયત્રી મંત્રનાં જાપ સાથે જનોઈ બદલવાની વિધી કરવામાં આવે છે. જ્યારે રક્ષાબંધનનાં દિવસે શુભ મુર્હૂતમાં બહેન પોતાનાં વિરાને કુમ-કુમ અને ચોખાથી વધામણાં લે છે અને ભાઈની સુખ, સમૃધ્ધિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તેનાં બદલામાં ભાઈ પણ બહેનની રક્ષા માટેનાં કોલ આપે છે. હજ્જારો વર્ષથી રક્ષાબંધનનો આ તહેવાર આપણે ત્યાં ખુબ જ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews