આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર : શિવાલયોમાં ભગવાન ભોળાનાથનો નાદ ગુંજી ઉઠ્યો

પવિત્ર શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર હોય જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરનાં શિવાલયોમાં ભગવાન ભોળાનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે. ભક્તજનો ઉપર દેવાધિદેવ મહાદેવ કાયમને માટે કૃપા વરસાવે તેવા આ ભોળીયાનાથને કોટી..કોટી..વંદના… અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરનાં વિવિધ શિવાલયોમાં આજે સવારથી જ ભક્તજનો માટે દર્શનની આગવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાનાં સંક્રમણકાળમાં સામાજીક અંતર જળવાઈ રહે તે બાબતે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તજનો પણ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન અનુસાર નિર્ધારીત સમયે અને માર્ગરેખા મુજબ દર્શનનો લાભ લીધો હતો. ભગવાન શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસમાં દરવર્ષે અનેક પ્રકારનાં ધાર્મિક કાર્યક્રમો ભગવાન શિવજીનાં મંદિરોમાં થતાં હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીનાં સમયકાળમાં સાદાઈ અને તકેદારીરૂપે શિવપૂજન અને તેનું મહત્વ દર્શાવવામાં આવી રહેલ છે. એટલું જ નહીં ઓનલાઈન દર્શનનો લાભ પણ ભક્તજનોને મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભોળાનાથ એટલે દુઃખીયાઓનાં દુઃખ દુર કરનાર, ભક્તજનોની મનોકામના પૂર્ણ કરનાર અને તાત્કાલિક રિઝી જાય એવા મહાદેવને બિલ્વપત્ર, જલાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્વાભિષેક અને અભિષેક કરવામાં આવે છે. માતા પાર્વતીનાં પતિદેવ એવા દેવાધિદેવ ભગવાન શિવજીનાં અનેક રૂપો છે. ભગવાન શિવજી ભક્તજનોનાં દુઃખો દુર કરવા માટે સ્વયંભૂ પ્રગ્ટ થયાં છે અને અનેક ધાર્મિક સ્થળોમાં આજે બિરાજી રહ્યાં છે અને ભક્તજનો પણ અનેરી શ્રધ્ધા સાથે ભગવાન શિવજીનાં ચરણોમાં શીશ નમાવી દર્શનનો લાભ લઈ અને સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીમાંથી મુક્ત કરાવે અને સૌનું ભોળાનાથ કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. દરેક શિવાલયોમાં અનેરા લાઈટ ડેકોરેશન સાથે ઓમ નમઃ શિવાયનાં ગુંજારવ થઈ રહ્યાં છે. શિવજીનાં મંદિરોને અનેરો શણગાર કરવામાં આવી રહ્યો છે. શંભુ શરણે પડી..માગું ઘડી રે.. ઘડી.., કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો….અને મહામારીથી બચાવોના નાદ મંદિરોમાં ગુંજી ઉઠ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!