જૂનાગઢ શહેરમાં ચિંતાજનક રીતે કોરોના સંક્રમણમાં વધારો, વધુ ર૦ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ર૦ કેસ નોંધાયા હતા અને બે દર્દીઓના મૃત્યુ નિપજયાં છે. કોરોનાના નોંધાયેલા કેસ પૈકી ૧૮ કેસ જૂનાગઢ શહેરના છે જેમાં સિવીલ હોસ્પીટલના કવાર્ટરમાં રહેતા તબીબ તેમજ જૂનાગઢ શહેરના ટીંબાવાડી સ્થિત મોતી પેલેસમાં રહેતા સી.એ.ને પણ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જયારે કોરોના પોઝીટીવ આવેલા બે દર્દીઓના મોત થયા તે બંને દર્દીઓ જૂનાગઢ સીટીના છે. જાે કે બંને દર્દીઓના મૃત્યુ કોરોના સાથે અન્ય બિમારીથી થયાં હોવાનું જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને જૂનાગઢ તાલુકા કરતાં પણ જૂનાગઢ શહેરમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહેલ છે ત્યારે જૂનાગઢવાસીઓએ વધુ સાવચેતી સાથે કાળજી લેવાની જરૂર છે. ગઈકાલે ૩૯ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે અને હાલ ૧૬૮ કેસ એકટીવ છે રહેલ છે. જૂનાગઢ જિલ્લાના ૯ માંથી ૭ તાલુકામાં એક પણ કેસ કોરોનાનો નોંધાયો નથી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ અને મેંદરડા તાલુકામાં એક-એક કેસ નોંધાયેલ છે જયારે કેશોદ, માળીયા હાટીના, માણાવદર, સાસણ, માંગરોળ, વંથલી અને વિસાવદર તાલુકામાં ગઈકાલે એક પણ કેસ નોંધાયો નહોતો. જૂનાગઢ જિલ્લાના કોરોનાના ૧૬૮ દર્દીઓ જુદી જુદી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ છે જેમાંથી સિવીલ હોસ્પીટલમાં ૮૪, ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળામાં૭, હોમ આઈસોલેશનમાં પ૭, રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ૧, વેરાવળ સિવીલ હોસ્પીટલમાં-ર, અમરેલી સરકારી હોસ્પીટલમાં ૧ અને રાજકોટની વિવિધ ખાનગી હોસ્પીટલમાં ૧પ દર્દી સારવાર લઈ રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!