વંથલીનાં સાંતલપુર નજીક જુગાર દરોડો : રૂા.૧.૩૯ લાખનો મુદ્દામાલ કબ્જે

વંથલી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ જાેરૂભા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે સાંતલપુર ધારથી ગામ વચ્ચે વાડી વિસ્તારમાં આરોપી વિપુલભાઈ વજુભાઈ સાવલીયાની વાડીનાં મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડતાં વિપુલભાઈ વજુભાઈ સાવલીયા, કિશોરભાઈ વજુભાઈ સાવલીયા, ગોપાલભાઈ નારણભાઈ સાવલીયા, નિલેશ પરબતભાઈ સાવલીયા, મગનભાઈ ગોવિંદભાઈ ડાકી, હરસુખભાઈ મોહનભાઈ સિદપરા, ગીરધરભાઈ ખીમજીભાઈ મોણપરાને કુલ રૂા.૧,૩૯,૮૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!