જૂનાગઢનાં ખામધ્રોળ નજીકથી જુગાર રમતાં ૯ મહિલા ઝડપાઈ

જૂનાગઢનાં તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.આર.ભેટારીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ખામધ્રોળ રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં સંગીતાબેન હિરાભાઈ, ફરીદાબેન અમીનભાઈ, નસીમબેન સલીમભાઈ, હંસાબેન રમણીકભાઈ, કંચનબેન શામજીભાઈ, નયનાબેન રમેશભાઈ, પારૂલબેન ધીરૂભાઈ, મીનાબેન કિરીટભાઈ, લાભુબેન ગોવિંદભાઈને કુલ રૂા.૧૦૩ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!