સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડો

0

માણાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લખમણભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ભીંડોરા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૯ શખ્સોને કુલ રૂા.પ૯૦૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જયારે બાંટવા પોલીસ સ્ટેશનનાં આઝાદસિંહ મુળુભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે બાંટવાનાં ચુનારાવાસ નજીક જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી ૩ શખ્સોને ૧૭૯૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ ઉપરાંત વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.જી.અખેડ અને સ્ટાફે હસ્નાપુર ગામની સીમમાં જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને કુલ રૂા.ર૩૮૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ખંભાળીયા ગામે જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી પ શખ્સોને જુગાર રમતાં ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!