દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત એક સાથે ૧૧ કેસ નોંધાયા બાદ સોમવારે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. ખંભાળિયાના મોરલી મંદિર વિસ્તારમાં રહેતા અને ખંભાળિયા નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા સલીમભાઈ ચાકી નામના ૫૬ વર્ષના એક કર્મચારીને તાવ અને અશક્તિ જેવી ફરિયાદના કારણે સોમવારે લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ તારીખ ૨૪ના રોજ ગાંધીનગરથી બે અધિકારીઓ અહીં આવ્યા હતા અને તેમની સાથે રહ્યા હતા. આ ઉપરાંત જામનગરથી ઉપરોક્ત કર્મચારીના બહેન પણ તેમના ઘરે આવ્યા છે. પાલિકામાં સતત સક્રીય રહેલા આ નગરપાલિકા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા પાલિકા કચેરી સેનીટાઈઝ્ડ કરવા તથા સંપર્કમાં આવેલાઓને ક્વોરોન્ટાઈન કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આટલું જ નહીં, પાલિકાના આ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવી, વોટર મુકેશભાઈ જાની, બાંધકામના વડા એન.આર.નંદાણીયા સહિત છ જેટલા કર્મચારીઓ સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews