જામકંડોરણા તાલુકામાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મોત : રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન થયેલ મૃત્યું

જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય તંત્ર પણ સતત દોડધામ કરી રહ્યું છે. આજસુધીમાં જામકંડોરણા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસનો આકડો ૩૮ ઉપર પહોંચ્યો છે જે સતત વધી રહ્યો છે. જામકંડોરણામાં કુંભારવાડામાં હાટકેશ્વર મંદિર પાસે રહેતા મનસુખભાઇ ભગવાનજીભાઈ સરવૈયાનો ગુરૂવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ હતો. તેમની ઉંમર ૬૫ વર્ષ હતી. કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા સારવાર માટે તેમને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન ગતરાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જામકંડોરણા તાલુકામાં કોરોનાથી આ પ્રથમ મૃત્યુ છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને કામ વિના બહાર ન નીકળવા અને માસ્ક પહેરવા સતત અપીલ કરવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!