જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન સુરેશ રાઠોડની ગાંધીનગર ખાતે બદલી

તાજેતરમાં કોરોનાની મહામારીમાં જૂનાગઢની મેડીકલ કોલેજમાં ઈન્ટર તબીબો સાથે સર્જાયેલા વિવાદને પગલે જુનીયર તબીબોએ હડતાળ પાડી અને હોસ્પીટલના કથળેલા વહીવટ સામે આક્ષેપો કરાયા બાદ જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન સુરેશ રાઠોડની બદલી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવેલ છે. જયારે તેના સ્થાને રાજકોટની સિવીલ હોસ્પીટલના સર્જન મનીષ મહેતાને ડીન તરીકે મુકવામાં આવેલ છે. જૂનાગઢ મેડીકલ કોલેજમાં છેલ્લા ઘણા સમયથી જુનીયર તબીબો અનેક મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને વારંવાર રજુઆત કરવા છતાં પણ જૂનાગઢ મેડીકલ કોલેજના ડીન તેમજ તંત્ર દ્વારા ધ્યાન અપાતું ન હોવાથી ઈન્ટર તબીબોએ ર૪ કલાક હડતાલ પાડી હતી. તબીબોના પ્રશ્નોના નિરાકરણ માટે સચિવ દ્વારા જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં સુપરવિઝન માટે એક સમિતિની રચના કરી હતી. અત્રે નોંધનીય છે કે, ડીન સુરેશ રાઠોડ અને તેના પરિવારના ત્રણ સભ્યોને કોરોનાનો પોઝીટવ રિપોર્ટ આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!