જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને દર્દીઓને વ્યાપક સારવાર મળે તેવા આશયથી જૂનાગઢ જિલ્લાની બે ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે મંજુરી અપાઈ છે. ખાનગી હોસ્પીટલોને મંજુરી અપાતાં હવે જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓને જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ સોરઠ કોવિડ હોસ્પીટલમાં સારવાર અપાશે જેમાં ૪ આઈસીયુ બેડ સાથે કુલ ર૦ બેઠની સુવિધા ઉપલબ્ધ છે. જયારે કેશોદના કેબીસી કોમ્પ્લેક્ષમાં આવેલ સાંગાણી એન્ડ ગૃપની હોસ્પીટલમાં ૩૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે. સરકારે કોરોનાના દર્દીઓની સારવાર માટે ચાર્જ નક્કી કરેલ છે જેમાં જનરલ વોર્ડના પ્રતિદિન રૂા. ૮૪૦૦, વોર્ડ- મોનીટર-ઓકસીજન સાથે પ્રતિદિન રૂા. ૧૧,પ૦૦, આઈસીયુ બેડ સાથે રૂા. ૧૭,૮૦૦, આઈસીયુ વેન્ટીલેટર સાથે રૂા. ર૧,પ૦૦નો ચાર્જ નિયત કરાયો છે. આ ચાર્જમાં દવાઓ, દર્દીની તપાસ, પીપીઈ કીટ, એન-૯પ માર્ક, બે સમયનું જમવાનું અને નાસ્તા તથા ચા નો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews