આગામી ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌરક્ષકોના નામે તોડપાણી કરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘેટાં બકરાં ભરી વેચવા આવતી ટ્રકોને ઉભી રાખી તોડબાજી તથા ખોટા કેસની દહેશત બતાવી હેરાન કરતા હોવાથી આવા તત્વો સામે કડક પગલાં લેવા રાજયભરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગૌરક્ષકો અને જીવદયાના નામે અસામાજિક તત્ત્વો હાઈવે ઉપર ઊભા રહી ઘેટાં-બકરા કે કાયદા મુજબના માન્ય કાયદેસરના પશુઓની હેરાફેરી કરતા વાહનોને પણ રોકી તોડપાણી કરતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠતી રહે છે આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews