Thursday, January 21

દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર તોડવા ભાજપ સક્રિય

દેશમાં ભાજપ સરકાર ર૦૧૪થી સત્તામાં આવી છે. ત્યારથી એક યા બીજી રીતે વિરોધપક્ષના ધારાસભ્યોને ફોડી કાંતો સત્તા હાંસલ કરે છે અથવા તો અન્ય પક્ષને સત્તા ઉપર આવતા રોકે છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને ઉથલાવ્યા બાદ ભાજપ હવે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને ઉથલાવવા પાછળ પડી ગયો છે. આથી ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર રાજભવન ખાતે દેખાવો યોજ્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે કોંગ્રેસે લોકશાહી બચાવો, બંધારણ બચાવોના નારા સાથે ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાે કે, મંજૂરી વગર દેખાવો કરતા પોલીસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી ધારાસભ્યો સહિતના નેતાઓની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમમાં નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગાંધીનગર રાજભવન ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નેતાઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શન દરમ્યાન કોંગી નેતાઓ અને કાર્યકરોએ લોકશાહી બચાવો, બંધારણ બચાવો, લોકતાંત્રિક સરકારોની હત્યા બંધ કરો બંધ કરો, કોરોનાની કરો ચિંતા બંધ કરો લોકશાહીની હત્યા’, ધારાસભ્યોની સોદાબાજી બંધ કરો બંધ કરો, બેનર સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે, રાજસ્થાનમાં ભાજપ દ્વારા કોંગ્રેસની ચૂંટાયેલી સરકારને ઉથલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!