સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : આખરે જૂનાગઢ મહાનગરપાલિકાનું ર૦૧૮-૧૯નું ઓડિટ-તપાસની કામગીરી શરૂ

0

જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લાં અનેક વર્ષોથી અનેક પ્રકારનાં કૌભાંડ નાના-મોટાં થતાં જ રહે છે. આ કૌભાંડની અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનાં મુદ્દે છેક ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ કૌભાંડીયાઓનાં હાથ એટલા મોટા છે કે સરવાળે આવાં કૌભાંડો દટાઈ જતાં હોય છે અને કોઈ અધિકારીનો ભોગ લેવાઈ જતો હોય છે. જૂનાગઢ શહેરમાં ગૌશાળાની ગાયોનાં અપમૃત્યુનાં બનાવની તટસ્થ તપાસની માંગણી એક તકે કોંગ્રેસ અને ભાજપ દ્વારા સર્વાનુમતે કરવામાં આવી હતી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પરંતુ આ પ્રકરણમાં તત્કાલીન કમિશ્નર રાજપુત સસ્પેન્ડ થયા બાદ કોઈ જાતની કાર્યવાહી આગળ વધી નથી. અગાઉ પણ રાયજીબાગ વિસ્તારમાં મોનાર્ક બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાનાં સમયે તત્કાલીક કમિશ્નર આર.કે.શર્મા હતા પરંતુ તેમની બદલી પછી રીટાયમેન્ટ થઈ ગયા હતાં અને ત્યારબાદ આ પ્રકરણને પણ પડદો પડી ગયો છે. જૂનાગઢ ટાઉનહોલનાં રિનોવેશનમાં લાખો રૂપિયાનો ખર્ચો અને વારંવાર રિનોવેશન, પોપડા પડી જવા બાબતે ભાજપનાં જ સક્રિય કાર્યકરે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. આ ઉપરાંત રસ્તા, જુની ગાડીઓનો ભંગાર, સરકારી ગાડીઓનો બિનજરૂરી ઉપયોગ સહિતનાં અનેક પ્રશ્નો ગેરરીતી ભર્યા અને અધકચરા રહ્યાં છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પણ સતત થઈ રહ્યાં છે અને કેવા પુરતી નોટીસ આપી અને પાછલાં બારણેથી તોડ કરી લેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં વિવિધ પ્રકારનાં કૌભાંડ અંગે વિરોધપક્ષ તેમજ કોંગ્રેસપક્ષનાં કોર્પોરેટર દ્વારા પણ અવારનવાર રજુઆતો કરવામાં આવે છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્ર દ્વારા પણ કૌભાંડ અંગેની વિગતો બહાર પાડી અને કેગની તપાસ કરવા સહિતની માંગણી વ્યકત કરવામાં આવી હતી. આ અહેવાલનો જાણે પડઘો પડ્યો હોય તેમ આખરે મુખ્યમંત્રીશ્રી દ્વારા જૂનાગઢ મનપાનું ર૦૧૮-૧૯નું ઓડિટ શરૂ કરવામાં આવેલ છે અને તપાસ શરૂ થઈ છે ત્યારે કોના તપેલા ચડશે તે અંગે મીટ મંડાઈ રહી છે. ઉપરાંત જાગૃત આગેવાન અનિલ ઉદાણીએ મુખ્યમંત્રીને મહાનગરપાલિકાની ગેરરિતી અંગે રજુઆત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!