પવિત્ર યાત્રાધામા દ્વારકા ખાતે મોસમનાં પડેલા આશરે ત્રીસેક ઈંચ વરસાદનાં કારણે શહેરમાં નવા બનેલા સી.સી. તથા ડામર રોડનાં કામમાં પાલિકાનાં સત્તાધીશો તથા કોન્ટ્રાકટરની બેદરકારી બહાર આવેલ છે. શહેરમાં પડેલા વરસાદનાં કારણે સ્ટેટ હાઈવે તથા શહેરનાં મુખ્ય રસ્તાઓ તેમજ ગલીઓનાં રસ્તાઓ બીસ્માર થઈ ગયેલ છે અને રસ્તાઓમાં પડેલા ગાબડાઓ તથા નવા બનેલા રસ્તાઓમાં લેવલીંગનાં અભાવે પાણીનો ખૂબજ ભરાવો થઈ ગયેલ છે. જેનાં કારણે ગંદકીનો પણ ઉપદ્રવ થાય છે. રસ્તાઓમાં પડેલા ગાબડાઓને કારણે ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલ વાહનચાલકોને પણ ભારે હાલાકી પડે છે અને અકસ્માત થવાનો ભય રહે છે. શહેરનાં રબારી ગેટ પાસે રોડ ઉપર ગાબડાનાં કારણે ભરાયેલા પાણીને કારણે એક વિકલાંગ વ્યકિતની સાઈકલનાં વ્હીલ ફસાઈ જતા પડી ગયેલ. જેથી વિકલાંગ વ્યકિતને ઈજાઓ થયેલ. આવા અકસ્માતને રોકવા હોય તો તાકીદે રસ્તાઓનું મરામત કામ સ્થાનીક વહીવટીતંત્ર દ્વારા કરાવવું અતિ આવશ્યક છે. જેથી વહેલામાં વહેલીતકે શહેરનાં મુખ્ય માર્ગો તથા ગલીઓનાં રસ્તાઓમાં રીપેરીંગ કામ કરી ગાબડાઓ પુરવા તથા મરામત કરવા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી દ્વારકાવાસીઓની લાગણી તથા માંગણી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews