જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીફ કપાસ સંશોધન કેન્દ્રના વડા ડાૅ.એમ.એસ.વાડોદરિયાના માર્ગદર્શન હેઠળ રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રોનાં સંયુક્ત ઉપક્રમે મોબાઈલમાં જીઓ મીટ એપ્લીકેશન દ્વારા લાઈવ વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જુદા જુદા ગામના ખેડૂતો પોતાના મોબાઇલથી જીઓ મીટ એપ્લીકેશન દ્વારા પોતાના ખેતર ઉપર થી સીધા કૃષિ વૈજ્ઞાનિકો સાથે જોડાઈને કપાસ પાકની હાલની પરિસ્થિતીની જાણકારી મેળવી અત્યારની સમસ્યાઓ અને એના નિરાકરણ માટે કઈ કાળજી રાખવી તેની ડાૅ.એમ.જી. વળું તથા પ્રો.એમ.વી.વરિયા પાસેથી સીધી માહિતી મેળવી હતી. અત્યારના તબક્કે કપાસ પાકમાં ખાતર, પિયત તેમજ રોગ જીવાત અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રિલાયન્સ ફાઉન્ડેશનના હરેશ ગજેરા, અમિત મસાણી, દિલિપ મકાણી, એફપ્રોનાં આનંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews